JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURALTALALA

ગીર ના નેસો માં શૌચાલય ઉપલબ્ધ થવાની આશા જાગી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 150મી જન્મજયંતિ નિમિતે માનનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમદાવાદ ખાતે ના કાર્યક્રમ દરમિયાન દેશ ને O.D.F.(open detection free) જાહેર કરેલ હતો.ODF એટલે એવો દેશ કે જ્યાં ખુલ્લા માં શૌચ કરવામાં આવતું નથી.તેમજ સ્વચ્છ ભારત મિશન ની સરકારી વેબસાઈટ અનુસાર ગુજરાત ના 33 જિલ્લાઓને O.D.F.તરીકે જાહેર કરાયેલા છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે.

ગીર જંગલ ના મોટાભાગ ના નેસો માં ક્યાંય શૌચાલય ની સુવિધા નથી.નેસો માં બાળકો થી લઈને વૃદ્ધ લોકો તેમજ મહિલાઓને પણ ખુલ્લા માં શૌચ જવું પડે છે એ પણ એક કડવી ,શરમજનક અને દુઃખદાયક વાસ્તવિકતા છે.જંગલ માં ખુલ્લા માં શૌચ જતી વખતે રાની પશુઓ,સરિસૃપ વન્યજીવો થી જીવ નું મોટું જોખમ રહે છે અને ખાસ કરીને નેસ ની મહિલાઓ/બાળકીઓને ફરજિયાતપણે રાત્રી ના સમયે જંગલ ના અંતરિયાળ વિસ્તાર માં ખુલ્લા માં શૌચ જવું પડે છે જે ખૂબ જ દુઃખદાયક છે.ગીર ના જંગલ ના નેસો માં શૌચાલય ના બાંધકામ માટે મંજૂરી અને સહાય આપવા માટે અને વૈકલ્પિક રૂપે મોબાઈલ ટોયલેટ ની સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી શ્રી,મુખ્યમંત્રી શ્રી ,વન અને પર્યાવરણ વિભાગ ના મંત્રી શ્રી અને લગત ઓથોરિટી ને લેખિત મુદ્દાસર રજુઆત કરી હતી અને જેને અનુસંધાન માં કમિશ્નર શ્રી,સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) દ્વારા નેસ માં શૌચાલય ના બાંધકામ માટે મંજરી આપવા માટે યોગ્ય તપાસ કરીને નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે આદેશ કરેલ છે.સરકાર થોડીક સંવેદનશીલતા દાખવી અને મહિલાઓ ને સન્માન મળે અને નેસમાં શૌચાલય ની સુવિધા પૂરી પાડે એવી આશા રાખીએ અને આ પ્રશ્ન નું હકારાત્મક નિવારણ થાય એ દિશા માં આપણે પણ પ્રયત્ન કરીએ.

[wptube id="1252022"]
Back to top button