JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ઘરેલું હિંસાનો ભોગ બનેલ મહિલા ઘરેથી નીકળી જતા ૧૮૧ ટીમે પરિવારને સલામત સોંપેલ

જૂનાગઢ ઘરેલું હિંસાનો ભોગ બનેલ મહિલા ઘરેથી નીકળી જતા ૧૮૧ ટીમે પરિવારને સલામત સોંપેલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : શહેરમાં ૨૪ કલાક કાર્યરત મહિલા હેલ્પ લાઈનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ આવેલ, જેમા જણાવેલ કે એક અજાણ્યા મહિલા તેમની સોસાયટીમાં આમ તેમ ફરી રહ્યા છે, જેથી તેમની મદદે આવો એવો કોલ મળતાં તુરંત ૧૮૧ મહિલા હેલ્પલાઇન જૂનાગઢ ટીમના કાઉન્સેલર અરુણા બેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અસ્મિતા બેન ગોંડલિયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને મળતાં તે ખુબ જ ગભરાયેલા હોય, જેથી તેમને મેંટલી સપોર્ટ આપેલ અને કાઉન્સેલીંગ કરેલ. ત્યારે આ પરણીત મહિલાને તેમના સાસરી કે પિયરની પૂરતી વિગત સરનામું પણ યાદ ન હોય જેથી કાઉન્સેલીંગ કરતા બાદમાં જણાવેલ કે સાસરીમાં તેમના પતિ તથા સાસું સસરા શારીરિક માનસિક ત્રાસ આપતા હોય અને નથી જોઇતી પિયર મોકલી દેવાનું કહેતા હોવાથી સાસરીમાંથી સવારથી નીકળી તેમના ફઈના ઘરે જતાં હોય અને રસ્તો ભૂલી જતાં બીજા વિસ્તારમાં પહોંચી ગયેલ હોય. જેથી ૧૮૧ ટીમ દ્વારા કાઉન્સેલીંગ કરી પરિવારની વિગત મેળવી આસપાસના વિસ્તારમાં તપાસ કરતા તેમના ગામના સબંધી મળી આવતાં તેમના પિતાનો કોન્ટેક નંબર મળતાં તેમની સાથે વાત કરી જાણ કરેલ, અને પરણીતાના ફઈના ઘરનું સરનામું અને કોન્ટેક નંબર આપેલ અને તેમના પિતા હાલ આવી શકે તેમ ન હોય અને જેથી તેમનાં ફઈના ઘરે સોંપવા માટે જણાવેલ જેથી પરણીતાને કાયદાકીય માર્ગદર્શન આપેલ તથા આશ્રય માટેની સંસ્થા વિશે તેમજ ફરિયાદ વિશે માહિતી આપેલ પરંતુ હાલ કોઈ સંસ્થામાં જવા ઈચ્છતા ન હોય અને કોઈ ફરિયાદ કાર્યવાહી કરવી ના હોય અને તેમના ફઇના ઘરે જવું હોવાથી ત્યાં લઈ જઈ પરણીતાને સલામત સોંપેલ જેથી પરિવારે ૧૮૧ ટીમનો આભાર વ્યકત કરેલ.

[wptube id="1252022"]
Back to top button