KALOL(Panchamahal)PANCHMAHAL

મારામારીના ગુનાના આરોપીને કાલોલ કોર્ટે એક વર્ષ ની કેદ ની સજા ફટકારી.

તારીખ ૨૮ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના રાબોડ ગામના ફરિયાદી ભુપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ ના ઓ એ આરોપીઓ કરશન ભાઈ હુકાભાઈ ભરવાડ તથા હુકાભાઈ જગાભાઇ ભરવાડ રહે મલાવ તા કાલોલ ના ઓએ અનિલભાઈ શાંતિલાલ પટેલ રહે રાબોડ તા કાલોલ ના એ પોતાના ખેતર માં દિવેલા નું વાવેતર કરેલ હોઈ તેને આરોપીઓ એ ગાયો ચરાવી ભેલાણ કરતા હોઈ તેથી ફરીયાદી તથા સાહેદ ભેલાણ કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી કરશનભાઇ હુકાભાઈ ના ઓએ અનિલભાઈ ને માથા ની ડાબી બાજુ લાકડી નો ફટકો મારી ઇજા કરેલી તે મુજબ ની ફરિયાદીએ કાલોલ પો સ્ટે માં ફરિયાદ આપતા પોલીસે તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ પુરાવા પડતા કોર્ટ. માં ચાર્જશીટ દાખલ કરેલું. આ કેસ કાલોલ ના એડી, જ્યૂડી. મેજી, ફર્સ્ટ કલાસ ની કોર્ટ માં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ આર એન રાઠવા ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય માં રાખી એડી.જ્યૂડી.મેજી, પી એસ શાહ ના ઓએ આરોપી કરશનભાઈ હુકાભાઈ ભરવાડ નાઓ ને ઇ પી કો કલમ ૩૨૩ મુજબ ના ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષ ની સાદી કેદ ની સજા તથા રૂ દસ હજાર નો દંડ કરવાનો હુકમ કર્યો છે .જેથી કાલોલ પંથક માં ગુનાખોરી માં રાચતા ગુનેગારો માં ફફડાટ વ્યાપી ગયો છે.

[wptube id="1252022"]
Back to top button