JUNAGADHMENDARDA

મેંદરડામાં સખીમંડળના બહેનો મતદાન કરવાની સાથે અન્ય ૫ પરિવારોને મતદાન કરવા માટે કરશે પ્રેરિત

મતદાન અંગેની ક્વિઝ કોમ્પિટીશનનુ આયોજન કરાયું  મતદાન જાગૃતિ અર્થેના સિગનેચર કેમ્પાઇનમાં પણ બહેનો સહભાગી બન્યા

જૂનાગઢ તા.૧૪    લોકશાહીના મહાપર્વમાં દરેક નાગરિક મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બને તે માટે જિલ્લામાં મતદાન જાગૃતિ માટેની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. તેના ભાગરૂપે મેંદરડામાં સ્વ સહાય જૂથ એટલે કે, સખીમંડળની બહેનો મતદાન કરવાની સાથે અન્ય ૫ પરિવારોને તા.૭મી મેએ મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે.

        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મહત્તમ મતદાન થાય તે માટે જનજાગૃતિને વ્યાપક બનાવવા માટે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતા સખી મંડળના બહેનોને sveep અંતર્ગત અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે મતના મહત્વ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે મતદાન અંગેની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ક્વિઝ કોમ્પીટીશનમાં વિજેતા થનાર બહેનોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના સહી સાથેનું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા બહેનોએ સમૂહમાં લીધી હતી. આ સાથે મતદાન જાગૃતિ અર્થે સિગનેચર કેમ્પાઇનમાં બહેનો સહભાગી બન્યા હતા.

મતદાર જાગૃતિ માટેના આ કાર્યક્રમ મેંદરડાના આંબેડકર નગર તેમજ સામાકાંઠાના વિસ્તારમાં આયોજીત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જલ્પા બેન ક્યાડા તેમજ જીજ્ઞેશ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button