
કેશોદના અજાબ ગ્રામ નજીક આવેલાં ભાદરડી પુલ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજતાં અજાબ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેશોદ તાલુકાનાં અજાબ નજીક આવેલાં અજાબ ભાદરડી પુલ પાસે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા અજાબના હરેશભાઈ ગોવિંદભાઈ વડારીયાને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થતાં અજાબ ગામનાં સરપંચ સહિત આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. અકસ્માતમાં અજાબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અઘેરા સહિત યુવાનો ની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં ફરજ પરનાં મેડિકલ ઓફિસર દ્વારા હરેશભાઈ ગોવિંદભાઈ વડારીયા ને ગંભીર ઈજાને કારણે મૃત્યુ પામેલા નું જાહેર કર્યું હતું ત્યારે કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





