શેહઝાદાએ અઝીમે મિલ્લત સૈયદ ગ્યાસુદિંન ખ્વાજા મોહમ્મદ રીઝકુલ્લાહ જીલાની કાદરીનાં ઉર્સની ઉજવણી કરાઇ

તા.૧.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પેટલાદ શહેરમાં બુધવારના રોજ શેહઝાદાએ અઝીમે મિલ્લત સૈયદ ગ્યાસુદિંન ખ્વાજા મોહમ્મદ રીઝકુલ્લાહ જીલાની કાદરી નાં ઉર્સની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ મોઇનુંદ્દીન બાબા કાદરી,સૈયદ અમીરુદીનબાબા કાદરી, સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી તથા સૈયદ તસાબાપુ પેટલાદીની ઉપસ્થિતિમાં પેટલાદ નાં કાઝીવાડા બરકાતી ચોકથી સંદલ શરિફનું ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું.શહેર ના રાજ માર્ગો ઉપર થી પસાર થયું હતું.જુલૂસ કાઝીવાડા બરકાતી ચોકથી મોહરમ ચકલા, ચબુતરી બજાર,ઝંડા બજાર ખલીફા ચોક પઠાણવાડા ચોકથી ફતેહઅલી પીર બાબા ની દરગાહ પાસે સૈયદ ગિયાસુદ્દીન કાદરીના મઝાર પર પોહચ્યું હતું.અને સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ નીયાઝ તકસીમ કરવામાં આવી હતી.જ્યારે રાત્રે ઈશાની નમાઝ બાદ ખારાકુવા ચોકમાં સૈયદ મોઇનુંદીન બાબાની રાહબરી હેઠળ રાતીબે રિફાઈનો ઝલસો યોજાયો હતો જેમાં અવનવા કરતબો જોઈને લોકો મંત્રમુગ્ધ થયા હતા.ઉર્સની ઉજવણીમાં વડોદરા,હાલોલ, કાલોલ,આસોજ,એરાલ,ખંભાત, રાજગઢ,ગોધરા,પેટલાદ સહિત અન્ય શહેરોથી અકિદત મંદો ઉમટયા હતા.