JUNAGADHKESHOD

કેશોદ પોલીસ દ્વારા વ્યાજ ખોરો વિરૂધ્ધમાં લોક દરબાર યોજવામાં આવ્યો ત્રણ વ્યક્તિઓએ આવી વ્યાજ ખોરો ના ત્રાસની પોલીસ લોક દરબારમાં રજુઆત કરી

કેશોદ પોલીસ દ્વારા વ્યાજ ખોરો વિરૂધ્ધમાં લોક દરબાર યોજવામાં આવ્યો ત્રણ વ્યક્તિઓએ આવી વ્યાજ ખોરો ના ત્રાસની પોલીસ લોક દરબારમાં રજુઆત કરી

– સરકાર ની વ્યાજ ખોરો સામેની લડતમાં લોકોને આવા અતિશય વ્યાજ વસુલાતા લોકોના ત્રાસ માંથી કેમ મુક્ત કરવા તે માટે નું હાલમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જુનાગઢ જીલ્લામાં વ્યાજ ખોરો સામે ઠેક ઠેકાણે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે કેશોદ નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના અલગ અલગ આગેવાનોએ હાજરી આપી હતી અને આ લોક દરબારમાં કેશોદ ના મેધના સોસાયટી માંથી એક વ્યક્તિ પોલીસને વ્યાજ ખોરના ત્રાસ માંથી છોડાવવા માટે અને પોતાની ફરિયાદ લઈને પોતાના ન્યાય આપવાની માગણી કરી હતી અને આ અરજદારે વ્યાજે આપનાર વ્યક્તિએ જમીન મકાન પડાવી લીધા છે તેનો રસ્તો કાઢી આ લોકોના ત્રાસ માંથી મુક્તિ આપવામાં તેવી પોલીસ ને રજુઆત કરી હતી ત્યારે પોલીસ પણ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી તો અન્ય બે અરજદારોમાં એક કેવદ્રા ગામના અને એક કેશોદ ના શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી પરંતુ તેઓની બેંકિંગ લોનને લઈને વ્યાજ બાબતે ફરિયાદ હતી તેમ છતાં પોલીસે આવા અરજદારોને બેંકના અધિકારીઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્ર્ને યોગ્ય થાય તેવી રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે પોલીસ લોક દરબારમાં આવનાર ફરિયાદી ફરિયાદ દાખલ કરી દાખલારૂપ પોલીસ કાયૅવાહી નહિ કરે ત્યાં સુધી લોકો નિભૅય બની બહાર ન આવે તેવો પણ સવાલ લોકોમાં ઉઠી રહીયો છે

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button