JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢનાં બાદલપુર ગામે ૧૨.૩૦ લાખનાં ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું કરાયુ લોકાર્પણ

જૂનાગઢનાં બાદલપુર ગામે ૧૨.૩૦ લાખનાં ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું કરાયુ લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તાલુકાના બાદલપુર ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત બનેલ સુવિધાયુક્ત નવી ગ્રામ પંચાયત ભવનનું જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ તેમજ તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસીંગ ઠાકોર તેમજ જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.ગ્રામ પંચાયત ભવનના બાંધકામ પાછળ મનરેગા યોજના અંતર્ગત ૧૨.૩૦ લાખ નો ખર્ચ કરવામાં આવેલ છે. અને ૧૦૨૮ માનવદિવસ ઉત્પન્ન કરવામાં આવેલ છે. નવીન ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ તમામ અત્યાધુનિક સુખ સુવિધા સાથે બનાવવામાં આવેલ હોય ગ્રામ્ય કક્ષાનું તમામ રેકર્ડ, યાંત્રીક ઉપકરણો વિગેરેની જાળવણી યોગ્ય સારી રીતે થઇ શકશે. જેનો બાદલપુર ગામના તમામ ગ્રામજનોને ઉપયોગી રેહશે તેવુ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમરએ જણાવેલ હતુ.

[wptube id="1252022"]
Back to top button