ENTERTAINMENT

જાહ્નવી કપૂરે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું પોસ્ટર શેર કર્યું,

જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ અત્યારે તેમની મચઅવેટેડ ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ માટે ચર્ચામાં છે. તાજેતરમાં, જાહ્નવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની વધુ એક નવી પોસ્ટ શેર કરી છે, જેણે ફેન્સની ખુશી ડબલ કરી દીધી છે. ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેન્સે શેર કરેલ પોસ્ટરને ખૂબ પસંદ કર્યું છે.

આ પહેલા પણ રવિવારે જાહ્નવીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની એક પોસ્ટ શેર કરી હતી, જેમાં ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં આવી હતી. જ્યારે આજે રિલીઝ થયેલા આ પોસ્ટર પછી ફેન્સ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં આવી શકે છે. ટ્રેલરમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ બંને હાથ ઉંચા કરીને ઉભા જોવા મળે છે. તેમની પીઠ પણ દેખાઈ રહી છે.

બંને ઈન્ડિયન જર્સી પહેરેલા જોવા મળે છે, જેના પર બંનેના નામ ‘મહિમા’ અને ‘મહેન્દ્ર’ લખેલા દેખાય છે. આ ઉપરાંત જર્સી પર 7 નંબર પણ લખવામાં આવ્યો છે. આ પોસ્ટરને શેર કરતા જાહ્નવીએ લખ્યું, ‘જ્યાં સુધી તેઓ એકબીજાને મળ્યા ન હતા, ત્યાં સુધી તેઓ જાણતા ન હતા કે તેઓ તેમના સપનાનો પીછો કરી શકશે. 31 મે, 2024ના રોજ થિયેટરોમાં #MrandMrsMahi ને તેમનો પ્રેમ અને તેમના સપના શોધતા જુઓ!’. પોસ્ટરને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ની સ્ટોરી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને થાલા મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે. કરણ જોહરની આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ 31 મે, 2024ના રોજ થિયેટરમાં આવશે. આ પહેલા જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ હોરર-કોમેડી ફિલ્મ ‘રુહી અફઝાન’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય બંને પોતાના આગામી પ્રોજેક્ટને લઈને પણ ચર્ચામાં છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button