
વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગ) ખાતે તાલુકા કક્ષાનો પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામે તાલુકાના પશુ દવાખાના ના પશુ ચિકિત્સા અધિકારી ડો. એ. એસ. રાવલ તથા સમગ્ર સ્ટાફ ઘ્વારા આયોજિત પશુ પાલન શિક્ષણ શિબિર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદભાઈ પટેલ ,મદદનીશ પશુપાલન નિયામક ડો. બી. ડી. અમીન જિલ્લા પંચાયત મહેસાણા,મામલતદાર જે. એસ. પટેલ અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સીતા બેન ઠાકોર, સરપંચ મહાદેવપુરા (ગ) ગ્રામ પંચાયત વિનુભાઈ પટેલ, ડો. એમ. એ પટેલ હેડ એ. એચ. દૂધસાગર ડેરી, તજજ્ઞ વૈજ્ઞાનિક ડો. શરદ સોની મંત્રી શૈલેષભાઇ પટેલ મહાદેવપુરા દુ. ઉ. સ .મ.લી. તથા ઉપપ્રમુખ કનુભાઈ પટેલ મહાદેવપુરા દુ. ઉ. સ. મ. લી તથા બહોળી સંખ્યા માં ગામ ની તથા આજુબાજુ ના ગામ ની બહેનો આ શિબિરમાં ઉપસ્થિત રહયા હતા અને શિક્ષણ શિબિર નો લાભ લીધો હતો





