
ભેંસાણ તાલકાના વિશળ હમતિયા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય ધમ્મમ ધ્વજ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૮ જાન્યુઆરી ૧૮૮૫ ના આંતરરાષ્ટ્રીય ધમ્મમ ધ્વજની રચના કરવામાં આવી હતી.
જેમાં લાલ, સફેદ, વાદળી, કેસરી અને પીળો એમ પાંચ રંગો સાથે ધમ્મમ ધ્વજની સ્થાપના કરવામાં આવી ત્યારથી તા.૮ જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય ધમ્મમ ધ્વજ દિવસ તરીકે સ્વીકારવામાં આવે છે.
ત્યારે આજરોજ ભેંસાણ તાલકાના વિશળ હમતિયા ગામ ખાતે ભંતે આનંદ અને મનસુખભાઈ વાઘેલા તેમજ અમરસિંહ વાઘેલા, નિતિનભાઈ પ્રકાશભાઈ, અનિલ ભાઈ સહિત સમગ્ર વિસ્તારના બાળકો સાથે વિશ્વ શાંતિના પ્રતીક તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મમને જે સિમ્બોલથી ઓળખે છે, તે પંચશીલ ધમ્મમ ધ્વજ શાંતિ, પ્રગતિ અને માનવતવાદ અને સમાજ કલ્યાણની પ્રેરણા આપે છે.
એવા આંતરરાષ્ટ્રીય ધમ્મમ ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
[wptube id="1252022"]





