JUNAGADHMANGROL

માંગરોળ તાલુકાના રહીજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

માંગરોળ તાલુકાના રહીજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામે ધારાસભ્ય દેવાભાઈ માલમ તાલુકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય સહિતના મહાનુભાવના હસ્તે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ વડાપ્રધાનનો સંદેશો સાંભળી વિકસિત ભારતના સંકલ્પમાં કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનોએ મેળવી પ્લાસ્ટિક અને કચરા મુક્ત ગામ, પ્રાકૃતિક ખેતી તેમજ ડ્રોનથી યુરિયા છંટકાવ ની માહિતી મેળવી તેના ફાયદાઓ જાણ્યા હતા. ગામની બાળાઓએ કુમકુમ તિલકથી રથનું અને આગેવાનોનું સ્વાગત કર્યું હતું, અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન કરતું ગીત ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button