BHARUCHNETRANG

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ- કિસાન ) યોજનાનો જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૭/૦૭/૨૦૨૩

 

પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ કાર્યક્રમનુ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય સ્તરે તા.૨૭/૦૭/૨૦૨૩ના રોજ રાજ્સ્થાનથી જીવંત પ્રસારણ થયું હતું જેનો હેતુ નાના અને સીમાંત ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે “પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ- કિસાન) યોજના ”નો ૧૪મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતો અને પ્રધાન મંત્રી કિસાન સમ્રુધ્ધી કેંદ્રો તથા સલ્ફર કોટેડ યુરિયાનો શરુઆત અને ઉદ્ઘાટન કર્યુ હતુ . આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે તેનું જીવંત પ્રસારણ જીલ્લાના ખેડૂત ભાઈઓ/બહેનો માટે બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે રાખવામા આવેલ હતું.આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો અને ઇફ્ક્કોમાથી હેમંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે નેનો યુરિયા અને નેનો ડી.એ.પી તથા વિવિધ ખાતરો વિશે માહિતી આપી હતી . સરપંચ મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ કે આ પીએમ- કિસાન યોજનાથી ઘણા ખેડૂતોને લાભ મળ્યો છે અને જેનો ખર્ચ ખેતીકામમાં ઉપયોગ કરે છે. આ કાર્યક્રમમાં કે.વી.કેના વેજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button