JUNAGADHTALAJA

પોલીસકર્મી અને BJPના ધારાસભ્યના પુત્ર વચ્ચેની મારામારી, પુત્રની ખુલ્લેઆમ દાદાગીરી

રાજ્યમાં કાયયદો અને વ્યવસ્થાને પડકારતો એક કિસ્સો ભાવનગરના તળાજામાંથી સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્રની દાદાગીરીના આક્ષેપ બાદ હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

રાત્રિના સમયે પાલિતાણા ચોકડી પાસે ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણ અને અન્ય ઈસમોએ લાકડી વડે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરજાહેર લાકડીઓ વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે જીએસીટીવી આ વીડિયોની પુષ્ટી કરતુ નથી. ઉલ્લેખનિય છે કે, પોલીસકર્મી અને ભાજપના ધારાસભ્યના પુત્ર વચ્ચેની મારામારીનો વીડિયો વાયરલ થતા સમગ્ર બનાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કોન્સ્ટેબલે પણ ધારાસભ્યના પુત્ર ગૌરાંગ ચૌહાણ સામે માર માર્યાની ફરિયાદ કરી છે. સમગ્ર બનાવ ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજકીય ષડયંત્ર રચી બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button