
રાજધાની દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. અગ્રણી ચહેરાઓમાંથી એક અને દેશના સૌથી મોટા કુસ્તીબાજોમાંથી એક સાક્ષી મલિક ખુલીને વાત કરી છે. તેણે કહ્યું હતું કે કે બ્રિજ ભૂષણ જેવા મજબૂત વ્યક્તિની સામે જવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. આ ઉપરાંત તેણે વધુમા કહ્યું કે હવે તેમને દેખરેખ સમિતિમાં બિલકુલ વિશ્વાસ નથી. કુસ્તીબાજોએ મેડલ પરત કરવાની ધમકી આપી છે.
એક ઇન્ટરવ્યુમાં ઉત્પીડન સામે અવાજ ઉઠાવવામાં આટલો સમય લાગવા પર સાક્ષી મલિકે કહ્યું જ્યારે મહિલા ખેલાડીઓમાં હિંમત આવી ત્યારે બોલ્યા અને બ્રિજ ભૂષણ જેવા શક્તિશાળી અને જોડાયેલા વ્યક્તિ સામે બોલવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. અમે નક્કી કર્યું છે કે હવે યૌન શોષણ સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત મલિકે દાવો કર્યો હતો કે ફરિયાદ કરનાર યુવતીઓને ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું કે સગીરના પરિવારને પણ ધમકી આપવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે જે સ્કૂલમાં સગીર છોકરી અભ્યાસ કરે છે ત્યાં તે સગીર નથી તે બતાવવા માટે તેની જન્મતારીખ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મલિકે કહ્યું કે સમિતિના સભ્યોએ ફોટોગ્રાફ્સ અને વૉઇસ રેકોર્ડિંગ જેવા પુરાવા માગ્યા છે. પીડિતોએ કહ્યું છે કે જો આ ઘટના કોઈની સાથે થાય છે તો શું તેને ખબર હશે કે આવું થવાનું છે? તેમ તેણે કહ્યુ હતું. જો કોઈ સ્ત્રીને ખબર હોય કે તેણી પર યૌન શોષણ થવાનું છે તો તે તે જગ્યાએ જશે જ નહીં. જો મહિલા એવું નિવેદન આપી રહી છે કે તેનું યૌન શોષણ થયું છે તો તે પુરાવા આપી રહી છે. કોઈ પણ સ્વાભિમાની સ્ત્રી યૌન શોષણ પર ખોટું નિવેદન આપે નહીં. અમને ખાતરી છે કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે. આ સાથે કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ ધરપકડ ન થાય તો મેડલ પરત કરવાની ધમકી આપી છે.










