GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જીવનનગરમાં વોર્ડમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન થયું

તા.૧૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સન્માનથી વ્યક્તિની જવાબદારી વધી જાય…. સમિતિ જયંત પંડયા

વોર્ડ શહેર ભા.જ.૫. ના હોદ્દેદારોએ હાજરી આપી. કેતન મકવાણા, વિપુલ પંડયા, રણજીત ગોહેલનુ બહુમાન થયું.

આગામી તા. ૨૪ મી એ જીવનનગર ચોકમાં હોલિકાત્સોવની ઉજવણી થશે.

Rajkot: જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ નાગરિક જાગૃત મંડળ, મહાદેવ ધામ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં. ૧૦ ના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન થયું. સન્માનથી વ્યક્તિની જવાબદારી, ફરજ-નિષ્ઠા વધી જાય છે. આગામી ૨૪ મી એ જીવનનગર ચોકમાં હોલિકાત્સોવની ઉજવણી થશે.

રાજકોટ વોર્ડ નં. ૧૦ માં વિસ્તારના કેતન મકવાણા, વિપુલ પંડયા, રણજીત ગોહેલનું સમિતિ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. વોર્ડ, શહેર ભા.જ.૫. ના હોદ્દેદારોએ હાજરી આપી વિશેષ પ્રોત્સાહન આપ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખા ચેરમેન ચેતનભાઈ સુરેજા, નગર સેવક નિરૂભા વાઘેલા, શહેર ભા.જ.૫. ના મંત્રી હરેશભાઈ કાનાણી, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી રત્નદિપસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી પરેશભાઈ તન્ના, વોર્ડ ઉપપ્રમુખ કેતનભાઈ મકવાણા, મંત્રી વિપુલ પંડ્યા, ઓ.બી.સી. ના રણજીતભાઈ ચૌહાણ, પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, ભાવેશ બુંદેલા, અશોકભાઈ વાઘેલાની હાજરીમાં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રભારી રઘુભાઈ ધોળકીયાએ સન્માન કરતા જણાવ્યું કે જીવનનગર સમિતિએ અનેકવિધ પ્રવૃતિઓથી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. આ વિસ્તારમાંથી ભા.જ.૫. ને જંગી લીડ મળે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સમિતિના જયંત પંડયાનું નેતૃત્વ રહેવાસીઓને ફળદાયી સાબિત થયું છે.

સમિતિના પ્રમુખ–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સન્માનથી વ્યક્તિની જવાબદારી ફરજ-નિષ્ઠા વધી જાય છે. આ વિસ્તારના કેતન મકવાણા, વિપુલ પંડયાની ભા.જ.પે. કદર કરી તે માટે આભાર માન્યો હતો. લોકોના પ્રશ્નો ઉકેલાશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ઉપપ્રમુખ કેતન મકવાણા, મંત્રી વિપુલ પંડયા, રણજીત ગોહેલ સન્માન બદલ આભાર વ્યકત કર્યો હતો.

સન્માન કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જયંત પંડયાના વડપણ હેઠળ વિનોદરાય ભટ્ટ, ઘનશ્યામભાઈ વ્યાસ, અશોકભાઈ વાઘેલા, દિલીપ ચૌહાણ, વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, હસુભાઈ મોડેસરા, મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા, હંસાબેન ચુડાસમા, જયોતિબેન પુજારા, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, પ્રફુલ્લાબેન બોરીયા, ભદ્રાબેન ગોહેલ, રીખાબેન વાઢેર, કુસુમબેન ચૌહાણ, જયશ્રીબેન મોડેસરા, ગીતાબેન મહેતા વિગેરે બહેનોએ જહેમત ઉઠાવી હતી.

ફોટો તસ્વીર: રાજકોટ જીવનનગર સમિતિએ વોર્ડમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કર્યું. હોદ્દેદારો સાથેની તસ્વીરો નજરે પડે છે.

માન. તંત્રીશ્રી

ઉપરોકત મેટર ફોટા સાથે વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રાર્થના. ઈ-મેઈલમાં મોકલેલ છે.

જીવનનગર વિકાસ સમિતિ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button