JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ પરિક્રમામાં બોરદેવી નજીક ૧૧ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા બાળકીનું મૃત્યુ નીપજ્યું

જૂનાગઢ પરિક્રમામાં બોરદેવી નજીક ૧૧ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા બાળકીનું મૃત્યુ નીપજ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ
ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ
દર વર્ષે ઊમટે છે. આ વખતે પરિક્રમામાં એક
દુઃખદ ઘટના બની છે. એમાં ઈતિહાસમાં કદાચ
પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક
આજે વહેલી સવારે એક કિશોરી પર દીપડાએ
હુમલો કર્યો હતો. જાજરૂ કરવા ગયેલી
કિશોરીને દીપડો ઉઠાવીને દૂર લઈ ગયો હતો.
એ બાદ તેને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ
થતાં જ વન વિભાગની ટીમ દોડતી થઈ હતી.
વન વિભાગની ટીમને માત્ર તેનો મૃતદેહ હાથ
લાગ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલાના વિક્ટર ગામેથી પરિક્રમા કરવા આવેલા પરિવારની ૧૧ વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક જંગલ વિસ્તારમાં સવારે કિશોરી ટોઈલેટ માટે ગઈ હતી, ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ નાસી ગયો હતો. દીકરીને દીપડાની ચુંગાલમાંથી છોડાવવા માટે પરિવારે પાછળ દોડ લગાવી હતી, જોકે દીપડો તેને જંગલમાં દૂર લઈ જઈ નાસી ગયો હતો.સિવિલમાં દીકરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ
પરિક્રમા રૂટ પરના વન વિભાગને દીપડાના
હુમલાની જાણ કરવામાં આવતાં વન
વિભાગની ટીમ દોડતી થઈ હતી. વન વિભાગ
દ્વારા જંગલમાં 50 થી 60 મીટર દૂર જઈ
કિશોરીને શોધી કાઢી હતી. જોકે તેનું મોત
થઈ ગયું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં
આવ્યો હતો અને જ્યાં હાલ એનું પોસ્ટમોર્ટમ
કરવામાં આવી રહ્યું છે.
પરિક્રમા રૂટ પર વન્ય પ્રાણી દ્વારા હુમલો થયો હોય એવી આ પ્રથમ ઘટના છે. વન વિભાગની ટીમે હાલ હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરી છે. ૧૧ વર્ષીય કિશોરી પર દીપડાએ હુમલો કરતાં પરિક્રમાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ તો હુમલાની ઘટના બનતાં સીસીએફ, આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડતો થયો છે. મૃતક દીકરીના મામા બાબુભાઈએ જણાવ્યું હતું કે અમે લીલી પરિક્રમા કરવા જૂનાગઢ આવ્યા હતા, ત્યારે પરિક્રમા કરતા રસ્તામાં રાત્રિરોકાણ કર્યું હતું. વહેલી સવારે છ વાગ્યે અમારી ૧૧ વર્ષની દીકરી પાયલ અમે સૂતા હતા ત્યાંથી થોડે દૂર ટોઇલેટ કરવા ગઈ હતી. આ દરમિયાન જંગલમાંથી દીપડો આવી ગયો હતો અને તેને ઉપાડીને લઈ ગયો હતો. અમારો પરિવાર દીકરીને બચાવવા દીપડા પાછળ દોટ મૂકી હતી. જોકે તે હાથ લાગી ન હતી. ત્યાર બાદ વન વિભાગના સ્ટાફને જાણ કરતાં તેમણે અમારી દીકરીને જંગલમાંથી શોધી કાઢી હતી, જોકે તેનું મોત થઈ ગયું હતું.
વન વિભાગના સીસીએફ કે. રમેશે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે પાયલબેન નામની ૧૧ વર્ષની દીકરી પર પરિક્રમા રૂટ પર એક દીપડાએ હુમલો કર્યો હતો. બોરદેવી વિસ્તારમાં પરિક્રમા પૂર્ણ કરી આ વિસ્તારમાં પરિવારે રાત્રિરોકાણ કર્યું હતું. ત્યારે વહેલી સવારે દીકરી ટોઇલેટ જવા નીકળી એ દરમિયાન દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી દીકરીનું મૃત્યુ નીપજ્યું છે. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે.બોરદેવી વિસ્તારમાં પરિવારે રાત્રિરોકાણ કર્યું હતું
વન વિભાગના સીસીએફ કે. રમેશે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે પાયલબેન નામની ૧૧ વર્ષની દીકરી પર પરિક્રમા રૂટ પર એક દીપડાએ હુમલો કર્યો હતો. બોરદેવી વિસ્તારમાં પરિક્રમા પૂર્ણ કરી આ વિસ્તારમાં પરિવારે રાત્રિરોકાણ કર્યું હતું. ત્યારે વહેલી સવારે દીકરી ટોઇલેટ જવા નીકળી એ દરમિયાન દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી દીકરીનું મૃત્યુ નીપજ્યું છે. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button