માતા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે મહિલા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી મહાનગર તથા ડોકટર સેલ અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ ડોકટર સેલ અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે માતા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે મહિલા રોગ નિદાન કેમ્પનું આયોજન બારમેડા સર્જીકલ હોસ્પિટલ ખાતે શૈલેષ એમ બારમેડાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર, અનુ. જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુ ભાઈ મણવર, અનુ. જાતિ મોરચોનાં પ્રમુખ પ્રવીણ વાઘેલા, મહામંત્રી જીતેશ પરમાર, મહાનગર મિડીયા કન્વિનર સુરેશ પાનસુરીયા, પ્રદેશ સો. મિડિયા અ.જા.મોરચાના દિનેશ વાળા, પ્રદેશ મિડિયા અ.જા.મો વિજય દાફડા, કોર્પોરેટર દિવાળી બેન પરમાર જીવાભાઈ સોલંકી બ્રિજેસાબેન, ડો. સીમાબેન પીપલીયા, કારાભાઇ રાણવા, મહિલા મોરચાના જ્યોતિબેન વાડોલીયા, સોસીયલ મિડિયાનાં રાજેશ બોરીયા, કીરીટ વાઘેલા, માધવભાઇ વાજસુર, મિડિયા વિભાગનાં કેતન નાઠા તથા બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ શહેર બીજેપી ડોકટર સેલ અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે માતા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા “નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ.” ને સફળ બનાવવા ડો. શૈલેષ બારમેડા સાહેબ નાં નૈતૃત્વમાં ડોકટર ટીમોના ડૉ. નીરૂબેન પટોલીયા – ગાયનેક, ડૉ. રીપાબેન વૈશ્નવ – ફિઝિશિયન, ડૉ. સીમાબેન પીપલિયા – ફિઝિયોથેરાપી, ડૉ. વલ્લભભાઈ પટોલીયા- ગાયનેક, ડૉ. પરેશ પરસાણીયા – ફિઝિશિયન, ડૉ. નિક્કીબેન ડોડિયા – ડેન્ટીસ્ટ, ડૉ. શ્યામ માકડિયા – ચામડીના રોગો, ડૉ. વિપુલ માકડિયા – આંખના સર્જન, ડૉ. આનંદ પાંડે – જનરલ ફિઝિશિયન, ડૉ. મહેન્દ્ર તારપરા – સહ સંયોજકે જહેમત ઉઠાવી હતી, તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.