AHAVADANG

ડાંગ: આહવાનાં ઘોઘલી ગામનાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ઘોઘલી ગામનાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી….
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ઘોઘલી ગામનાં રહેવાસી પંકજભાઈ રામદાશભાઈ ભોયેનાં માતા પિતા ન હોય જેઓ એકલા જીવન ગુજારાતા હતા.આ યુવાનનું લગ્ન બાકી હોય જેનું દુઃખ રાખી તેઓએ ઝેરી દવા ઘટઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આ યુવાને ઝેરી દવા પી લેતા પરિવારજનોએ તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ શિવમ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પરંતુ આ યુવાનના શરીરમાં ઝેરી દવા પ્રસરી જતા શિવમ હોસ્પિટલ વાંસદા ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]
Back to top button