
વાત્સલ્યમ્ સમાચાર
વસંત અખિયા – માંગરોળ
જુનાગઢ : માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા આરાધ્યદેવ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શહેરમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ જેમા વિશાળ સંખ્યામાં લોકો ડીજેના તાલે વિવિધ સંગઠનો યુધક મંડળો દ્વારા તૈયાર કરેલ કલાત્મક આકર્ષક ઝાંખીઓ સાથે કેસરીયા સાફા માં સજ્જ ભગવા ધ્વજો સાથે રામ ભક્તો જય જય શ્રીરામ ના નારાઓ નિકળતા સમગ્ર નગર ગુંજી ઉઠ્યુ હતુ માંગરોળની આ શોભાયાત્રા જિલ્લા ભરની સૌથી મોટી અને સૌથી લાંબા રૃટની ઐતિહાસિક શોભાયાત્રા બની હતી આ શોભાયાત્રા બહારકોટ થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય માર્ગો પસાર થતા દરેક રુટ પર ધર્મ પ્રેમી લોકો દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત દરેક રુટ પર સરબોતો આઇસક્રીમ છાસ અને ઠંઠુ પાણી પીવડાવાની સુંદર સેવા વ્યવસ્થા કરાઈ હતી લાલજી મંદિર ચોક ખાતે શોભાયાત્રા પુર્ણ કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા કલાત્મક આકર્ષક ફ્લોટ્સના આયોજકોને અયોધ્યા શ્રીરામ ભગવાનની છબી આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા બદલ તમામ લોકો અને સુંદર બંદોબસ્ત રાખી સહયોગ આપ્વા બદલ પોલીસ સ્ટાફનુ આભાર વ્યક્ત કરવામા આવ્યુ હતુ.
વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા માંગરોળ શહેરની અંદર મોટી માત્રામાં ગેટ સાથે બેનરો અને હોર્ડિંગ્સ રસ્તાઓ ઉપર દુકાનો મકાનોમાં ભગવા ધ્વજો અને શહેરના મુખ્ય લીમડાચોક ની સજાવટ સાથે સમગ્ર વાતાવરણ રામમય બનતા શહેરના અને તાલુકાના સમસ્ત હિન્દૂ સમાજના વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનોના આગેવાનો ખુબજ હર્ષોઉલ્લાસ સાથે શોભાયાત્રા મા જોડાઈ શ્રીરામ નવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ.





