JUNAGADHVANTHALI

વંથલીમાં ૬૭૦ ફિમેલ પોલિંગ ઓફિસરને તાલીમ અપાઈ

EVMની પ્રત્યક્ષ તાલીમ સાથે ચૂંટણી ફરજ માટેનું જરૂરી માર્ગદર્શન અપાયું

જૂનાગઢ તા.૩૧    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વિધાનસભા પેટા ચૂંટણી માટે તાલીમ આપીને ચૂંટણી ફરજ માટે સ્ટાફને સજ્જ કરવામાં આવી રહ્યો છે. વંથલીમાં ૬૭૦ ફિમેલ પોલિંગ ઓફિસર ઉપરાંત ૧૧૩ મેલ પોલિંગ ઓફિસરને ત્રણ સત્રમાં EVM હેન્ડ્સ ઓન એટલે કે ઈવીએમની પ્રત્યેક્ષ તાલીમ આપવમાં આવી હતી.

        વંથલીના દેવપ્રસાદ શૈક્ષણિક સંકુલ સ્વામિનારાયણ ગુરુકુળના કેમ્પસમાં આયોજિત આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા મતદાન મથક પર ફરજ બજાવવા માટેની તાલીમ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ચૂંટણીલક્ષી સાધનો-સાહિત્ય મેળવવા અને જમા કરાવવા એટલે કે રીસીવિંગ અને ડિસ્પેસિંગ વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ચૂંટણી ફરજ પરના સ્ટાફને યોગ્ય રીતે તાલીમ મળે તેના પર ભાર આપી રહ્યા છે. જેથી સરળતાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી શકાય.

        આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી કે.પી. ગોહિલ મામલતદાર શ્રી ડી.જે. જાડેજા, મામલતદાર શ્રી મારૂ,  બાટવાના ચીફ ઓફિસર શ્રી પાર્થિવ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button