JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામલીલા તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

ઈતિહાસમાં સૌ પ્રથમ વાર જુનાગઢ શહેરમાં રામલીલા તથા મહાઆરતીમાં બહોળી સંખ્યામાં શહેરીજનો,સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમગ્ર રાષ્ટ્રમાં હાલ અયોધ્યા મુકામે તા:૨૨/૦૧/૨૦૨૪ ના રોજ યોજાનાર પ્રભુશ્રી રામચંદ્રજી ભગવાનના નવ નિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે અનેરો ઉત્સાહ આનંદ અને ઉમંગ સ્વયંભુ રીતે જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા તા. ૨૧/૦૧/૨૦૨૪ દિલ્હીના ખ્યાતનામ કલાકારો દ્વારા બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ, ભૂતનાથ મહાદેવ મંદિર માર્ગ ખાતે રામલીલા તથા પ્રભુશ્રી રામચંદ્રજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો.
રામલીલા અને મહાઆરતી કાર્યક્રમ પહેલા સૌ પ્રથમ મેયર ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપપ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પ્રારંભે પ્રસંગોચિત ઉદબોધન પદાધીકારિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિલ્હીના ખ્યાતનામ કલાકારો દ્વારા રામલીલા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સૌ શહેરીજનોએ દીપક હાથમાં રાખી મહાઆરતી કરવામાં આવી હતી.
તેમજ શહેરના કારસેવકો જીતુભાઈ ભીંડી, નિર્ભય ભાઈ પુરોહિત, યોગેશભાઈ રાવલ, નવનીતભાઈ શાહ, અશોકભાઈ ભટ્ટ, ભરતભાઈ ગાજીપરા, અશ્વિનભાઈ જાદવને મોમેંટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે સાંસદ સભ્ય રાજેશ ભાઈ ચુડાસમા, કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર રાજેશ.એમ.તન્ના, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, શાસકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા, આસી.કમિશનર(ટે) કલ્પેશ.જી.ટોલિયા, વીઠલેશ ભવનના બાવા શરદ બાવા, કોર્પોરેટરઓ, કારસેવકો, તેમજ અધિકારીઓ/કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જ્ઞાતિ આગેવાનઓ, વિવિધ એશોશીએશનના પ્રમુખઓ અને બહોળી સંખ્યામાં શહેરી જનો જોડાયા હતા.
સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તેમજ “જય શ્રી રામ” ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button