GUJARATRAJKOTUPLETA

Upleta: રાજકોટ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ધીરજલાલ રાવલ વતી તેમનાં પત્નીનું સન્માન કરાયું

તા.૨૯/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઉપલેટા ખાતે થયેલ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં જિલ્લા કક્ષાના સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાની અપાયું સન્માન

Rajkot, Upleta: રાજકોટ જિલ્લા કક્ષાની ઉપલેટા ખાતે થયેલ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીશ્રી ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલ વતી તેમના પત્ની શ્રીમતી જસુમતીબેન રાવલને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્વાતંત્રય સેનાનીશ્રી ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલનો જન્મ તા.૧૨/૧૨/૧૯૨૨ના રોજ જુનાગઢ જિલ્લાના શાપુર તાલુકાના બંદરા ગામે થયેલ હતો. તેમના પિતાનું નામ લક્ષ્મીશંકર તથા માતાનું નામ વિજયાબેન હતું, જે કુલ ૧૧ ભાઇ-બહેનો હતા. તેમનું બાળપણ તથા પ્રાથમિક અભ્યાસ બંદરા ગામે થયું હતું. ૧૯૩૭ની સાલમાં રોજગાર અર્થે તેમના પિતાશ્રી લક્ષ્મીશંકર રાવલ રાજકોટ મુકામે રહેવા ગયા બાદ ઈ.સ.૧૯૪૨ની “હિન્દ છોડો” લડતમાં ભાગ લીધો હતો, જેમાં અંગ્રેજો દ્વારા તેમની ઘરપકડ બાદ ૨૦ માસની જેલ થઈ. જેલવાસ દરમ્યાન તેમને લાકડીથી માર મારવામાં આવતો હતો. જેલવાસ બાદ તેઓએ સાણંદથી પી.ટી.સી. પાસ કરી તેઓએ રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકા ના સુવાગ ગામે શિક્ષક તરીકે સેવા બજાવી. ૧૯૭૨ની સાલમાં તત્કાલીન વડાપ્રઘાનશ્રી ઇન્દીરા ગાંધી દ્વારા તામ્રપત્રથી તેમનું સન્માન કરવામાં આવેલ હતું. તેઓશ્રી ૧૯૮૧ની સાલમાં સેવાનિવૃત થયા અને તેઓએ તા.૦૪/૦૮/૨૦૦૦ ના રોજ જેતપુર મુકામે અંતિમ શ્વાસો લીધા.

[wptube id="1252022"]
Back to top button