GUJARATJETPURRAJKOT

Jetpur: રાજકોટ જિલ્લા કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું વર્ષ ૨૦૨૩-૨૪ નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જેતપુરના વિરપુર ખાતે યોજાયું

તા.૧૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા – તાલુકા કક્ષાએથી પસંદગી પામેલ ૫૦ જેટલી શ્રેષ્ઠ કૃતિઓનું ૧૦૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શન

Rajkot, jetpur: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ માર્ગદર્શિત અને મહર્ષિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ નં.૩ જેતપુર સંચાલિત રાજકોટ જિલ્લા કક્ષાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – વર્ષ ૨૦૨૩-૨૪ નું બે દિવસીય આયોજન પ્રેરણા સ્કૂલ, મોંઘીબા ગર્લ્સ સ્કૂલ પાસે, C/0.શ્રી જલારામજી વિદ્યાલય, વિરપુર ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” મુખ્ય વિષય ઉપર કુલ પાંચ વિભાગોમાં ૫૦ માર્ગદર્શક શિક્ષકો અને ૧૦૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૫૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કૃત્તિ નિદર્શનની સાથોસાથ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો વિધિવત શુભારંભ તા. ૧૯ ડિસેમ્બરના રોજ પ્રેરણા સ્કુલના સંચાલકશ્રી રતિભાઈ જોશી, સુભાષભાઈ જોશી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ ડોબરીયા, બાળ વિજ્ઞાન પ્રદર્શનના કન્વીનરશ્રી વી. ડી. નૈયા, રાજકોટ ડાયેટ વિજ્ઞાન સલાહકારશ્રી દિપાલીબેન વડગામા, ડાયેટ પ્રાચાર્યશ્રી ડો.સંજયભાઈ મહેતા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી મહેશભાઈ ધંધુકિયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી રાવલ સાહેબ, જેતપુર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, ચિત્રકાર અને ફોટો જર્નલિસ્ટશ્રી ભાટી એન., વિરપુરના પત્રકારશ્રીઓ શાળાના શિક્ષકો, વિદ્યાર્થિઓ સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, જ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન એ કેળવણીનું આધારભૂત અંગ બન્યું છે ત્યારે કેળવણી બાળકોની કૂતુહલ અને જીજ્ઞાસાવૃત્તિ સંતોષવાનું માધ્યમ બની રહે તે હેતુને સિધ્ધ કરવા જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા દર વર્ષે વિવિધ કક્ષાએ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા – તાલુકા કક્ષાએથી પસંદગી પામેલ રાજકોટ તેમજ જેતપુર તાલુકાનાં પ્રતિભાવંત અને સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત પ્રદર્શનને નિહાળવા અને તેઓને નવી ઊર્જા પ્રદાન કરવા તેમજ બિરદાવવા હેતુ જાહેર જનતાને પધારવા જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સમિતિ-જેતપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button