
- તા.૨૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: નોઇઝ પોલ્યુશનને લઇને ગુજરાત હાઇકોર્ટનાં મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનારા અને વેચાણ કરનારાઓએ સાઉન્ડ લિમિટર ઇન્સટોલ કરવા ફરજિયાત રહેશે. જો સાઉન્ડ લિમિટર ન લગાવેલા હોય તો, તેનું વેચાણ કે વપરાશ ગેરકાયદે ગણાશે ત્યારે જેતપુરમાંથી પોલીસે સાઉન્ડ સિસ્ટમની વેચાણ કરતી દુકાનમાંથી સાઉન્ડ લિમિટર્સ વિનાના સ્પીકર, તેમજ સાઉન્ડ સિસ્ટમના સ્ટીરિયો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર પોલીસે શહેરમાં સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં ચેકીંગ હાથ ધર્યું હતું એ દરમિયાન જેતપુર-જુનાગઢ રોડ ઉપર ઉત્સવ હોટલ સામે આવેલ ’’ઓમ શ્રી’’ દુકાનમાથી સાઉન્ડ લિમિટર્સ વિનાના મોટા સ્ટીરીયાઓ નંગ ૧૦ જેટલા જેમની કીમત રૂ. ૧,૨૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ દુકાન માલિક દિવ્યેશ જમનભાઈ જાગાણી રહે. સ્ટેશન પ્લોટ ધોરાજી ને પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી.









