
તા.૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુર શહેરના નવાગઢ રેલ્વે સ્ટેશન સામે અને એક ખાનગી સ્કૂલની બાજુના વિસ્તારમાં બે વાછરડાંનું મારણ થતાં સ્થાનિકોમાં દીપડાએ મારણ કર્યું હોવાની આશંકાએ ભયનું માહોલ સર્જાયો હતું.

રાજકોટમાં યુનિવર્સિટી જેવા માનવ વસાહત વિસ્તારમાં દીપડૉ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવી જ રીતે જેતપુર શહેરના રહેણાંક વિસ્તાર એવા નવાગઢ રેલ્વે સ્ટેશન પાસે, ચાણક્ય નામની ખાનગી સ્કૂલની બાજુમાં જ બે વાછરડાંનું મારણ થયેલ જોવા મળ્યું. આ અંગે બનાવની જગ્યાએથી થોડે દુર ખેતર ધરાવતા પ્રવીણભાઈ ગોહેલ નામના ખેડૂતે જણાવેલ કે, એક નહિ બે દીપડા અહીંથી પેઢલા સુધીના વિસ્તારમાં છે તેને મેં નજરે જોયા છે. અને વાછરડાંઓના હાડકાં ભાંગી ગયા અને શરીરમાંથી ગળાના ભાગેથી લોહી ચૂસી ગયેલ તે દીપડો જ કરી શકે.
જ્યારે જેતપુર રેન્જના આરએફઓ પરેશ મોરડીયાએ જણાવેલ કે, અમે અમારા માણસને મોકલીને તપાસ કરાવતા અમોને દીપડાએ મારણ કર્યું હોય તેવું કોઈ ચિહ્નન જોવા નથી મળ્યું. વાછરડાંનું મારણ શેરીમાં રખડતા કુતરાઓ કર્યું હશે તેવું અમારું માનવું છે.

ખેડૂતો તેમજ અન્ય કેટલાક વન્ય પ્રાણી નિષ્ણાંતના મટે દીપડાએ મારણ કર્યું છે અને સ્થાનિક જગ્યાએ દીપડાના પગના ચિહ્નો પણ છે જ્યારે ફોરેસ્ટ ખાતાનું વાછરડાંનું મારણ કુતરાઓએ કર્યું હોવાનું તારણ છે. પરંતુ મારણવાળા સ્થળથી વીસ ફૂટના અંતરે જ નાના ભૂલકાંઓની સ્કૂલ તેમજ રેલ્વે સ્ટેશન આવેલ છે. ઉપરાંત રહેણાંક વિસ્તાર પણ આવેલ હોવાથી સ્થાનિકોમાં આ મારણથી ભયનો માહોલ સર્જાયો છે.








