
તા.૧૩/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પુર્ણા શક્તિ, આયુષ્માન કાર્ડ, પી.એમ. આવાસ યોજનાના લાભાર્થીઓએ રજૂ કર્યાં પ્રતિભાવો
Rajkot, jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પમાં ગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પી.એમ. કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

“મેરી કહાની, મેરી ઝુબાની” થીમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પુર્ણા શક્તિનાં લાભાર્થી કિશોરીએ લોહતત્વની ગોળીઓ, પુર્ણા શક્તિ પેકેટનાં ફાયદાઓ વર્ણવી સરકારનો આભાર માન્યો હતો. આયુષ્માન કાર્ડના લાભાર્થી રસીલાબેન અપારનાથીએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આરોગ્ય વિભાગે મને આયુષ્માન કાર્ડ કાઢવામાં મદદ કરી. જેના થકી મારી બ્રેસ્ટ કેન્સરની મોંઘી સારવાર સરકાર અને આરોગ્ય વિભાગની મદદથી નિ:શુલ્ક મળી શકી. સારામાં સારી સારવાર મને અપાવવા બદલ સરકાર અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર”.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી. વણપરીયા, મામલતદારશ્રી એ.પી. અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ એમ.આર.પાલા, શ્રી એમ.એન.રાવલ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








