
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીએસઆઇ એમ.બી.ઝાલા અને સ્ટાફ દ્વારા સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા ગેર વર્તણૂક કરવામાં આવે તો તે અંગે ફરિયાદ કઈ રીતે કરવી તે બાબતે માહિતી પૂરી પાડતા બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા અને લોકોને તે અંગે સમજ પણ આપવામાં આવી હતી.
સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ વર્તણુક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તેમજ પોલીસની મદદ માટે ૧૦૦/૧૧૨ નંબર અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ કોઈપણ પોલીસ કર્મચારી કે હોમગાર્ડ/જી.આર. ડી. દ્વારા લાંચ રૂશ્વત ની માંગણી કરવામાં આવે તો એસીબી હેલ્પલાઇન નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા.
[wptube id="1252022"]