GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરના આરબ ટીંબડી ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “સેવાસેતુ કાર્યક્રમ” યોજાયો

તા.૨૭/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આસપાસના ૨૭ જેટલાં ગામડાંઓના નાગરિકોએ સરકારની અનેકવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મેળવ્યો

Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં આરબ ટીંબડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લઇ જન જન સુધી પહોંચી રહેલા આ રથને ગ્રામજનોએ હર્ષભેર આવકાર્યો હતો.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યકમની સાથે સાથે રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ જેતપુર તાલુકાનો “સેવા સેતુ કાર્યક્રમ” પણ યોજાયો હતો. જેમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ આસપાસના ૨૭ જેટલાં ગામડાંઓના નાગરીકોએ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ ચેકઅપ, પશુપાલન કેમ્પનો ગ્રામજનોએ લાભ મેળવ્યો હતો. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, જેતપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી જે. પી. વણપરિયા, જેતપુર મામલતદારશ્રી એ. પી. અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરિયા, ખેતીવાડી વિભાગ, મહેસુલ વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button