
તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુર વકીલ મંડળની આજે યોજાયેલ ચૂંટણીમાં યુવા એક્ટિવ પેનલના ચારેય ઉમેદવારો હરીફ ઉમેદવાર સામે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.

રાજકોટ જીલ્લાની મોટી ગણાતી જેતપુર કોર્ટમાં આજે વર્ષ ૨૩- ૨૫ વર્ષ માટેના વકીલ મંડળની ચુંટણી યોજાય હતી જેમાં સેક્રેટરી તરીકે વિક્રમ પારધી પહેલાં જ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જેથી પ્રમુખ, ઉપપ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચીના પદ માટે પણ સર્વસંમતિનો પ્રયાસ હાથ ધરાયો પરંતુ તેમાં સફળતા ન મળતા ચુંટણી યોજવાનો વકીલ મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.

જેમાં સીનીયર વકીલ જીતુભાઇ પારધીની ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુંક થતાં આજે તેઓની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાય હતી. વકીલ મંડળની ચૂંટણીમાં કુલ કુલ ૩૩૪ મતદારોમાંથી ૨૫૨ જેટલા જેટલા વકીલો મતદાન કર્યું હતું. સવારે દસ વાગ્યે શરૂ થયેલ મતદાન ત્રણ વાગ્યે મતદાન પૂર્ણ થયાં બાદ ચુંટણી કમીશ્નર દ્વારા ૩ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં આખી એક્ટિવ યુવા પેનલ હરીફ ઉમેદવારો કરતા જંગી બહુમતીથી વિજેતા બની હતી. જેમાં પ્રમુખ મહાવીર પટેલ ઉપપ્રમુખ ઉદય બાબરીયા, જોઇન્ટ સેક્રેટરીરાહુલ વ્યાસ અને ખજાનચી મિતેષ ઠેસિયા વિજેતા થયાં હતાં.








