
તા.૩/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: હાલના સમયમાં નેતાઓ એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે ગાંધી જયંતિના દિવસે કોઈ નેતાઓ ફોટો સેશનમાં ખોટા તાયફાઓ કરતા પણ દેખાયા ન હતા તો ખરેખરની સફાઈની વાત ક્યાંથી આવે ? જેતપુર-નવાગઢ નગરપાલિકાના કાગળ પર ભલે ગમે તેટલા સ્વચ્છતાના એવોર્ડ મળ્યા હોય પરંતુ, જેતપુરને ગંદુ ચીતરવામાં અને રાષ્ટ્રીય મહાનુભાવોના આવા અપમાન કરવામાં જરા પણ પાછી પાની કરતા નથી. ખુદ નગર પાલિકાની કચેરીનું પરિસર હોય કે પછી શહેરના કોઈ વિસ્તાર, ગાંધી અને વિવેકાનંદ આમ જ અપમાનિત થતાં રહે છે.
આ તમે જે મહાત્મા ગાંધીજીનું દીવાલ ચિત્ર જોઈ રહ્યા છો તે જૂનાગઢ રોડ પર રણુજા સોસાયટી પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળાની દીવાલ પરનું છે. હવે જોવાનું રહ્યું કે મહાત્મા ગાંધીજીના અપમાન માટે શિક્ષણતંત્ર જવાબદાર છે કે પાલિકાતંત્ર !
[wptube id="1252022"]