ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફતેપુરા ખાતે બ્રહ્માકુમારી સંસ્થામાં અખિલ ગુજરાત 87મી શિવ જયંતિ મહોત્સવ અંતર્ગત શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત કાર્યક્રમ યોજાયો.

પ્રતિનિધિ ફતેપુરા-જુનેદ પટેલ
આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બ્રહ્માકુમારી સંસ્થામાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા ના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત 87 શિવ જયંતિ મહોત્સવ અંતર્ગત શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શિવ રાત્રીની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 87 દીપક પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત બ્રહ્માકુમારીઓ દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી અને શિવરાત્રીની ઉજવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય સહિતના મહાનુભવોના હસ્તે બ્રહ્માકુમારી સંસ્થાના ઝંડા ના ઝંડા રોહાણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેક કાપીને શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર અશ્વિન પારગી તેમજ ભાજપા ના વરિષ્ઠ કાર્યકર ચુનીલાલ ચરપોટ અને ફતેપુરાના બાસ્પા ના વરિષ્ઠ કાર્યકર અશ્વિન મહારાજ તેમજ જાંબુઘોડા ના મામલતદાર બી કે કૃષ્ણમૂર્તિ દવે અને હાલોલના બ્રહ્માકુમારીના બી કે સવિતા દીદી તેમજ ફતેપુરા બ્રહ્માકુમારીના સંચાલિકા બી કે નીતા દીદી ફતેપુરા નગરના તમામ બીકે ભાઈઓ અને બીકે દીદીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ તેમજ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા