
સ્ત્રી વિકાસગૃહ – જામનગર ખાતે ઉજવાયું-રક્ષાબંધન
જામનગર (નયના દવે)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરમાં, રક્ષાબંધન પર્વ ભવ્ય અને ગૌરવ પૂર્વક યોજાયું. રક્ષાબંધન પર્વ નિમિતે “સંસ્થા બંધુ’ તરીકે, માન. શ્રી અમૃતલાલભાઈ ભારદિયાના સાન્નિધ્યમાં ઉજવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને અતિથિનો પરીચય આપતાં સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરે સૌને પર્વની શુભકામનાઓ આપી, સંસ્થાબંધુનું સુત્રમાલાથી સ્વાગત કરી ભાઈશ્રી અમૃતલાલભાઈ ભારદિયાની ધાર્મિક તથા સામાજિક સેવાઓને બિરદાવી હતી. સંસ્થાની તમામ દીકરીઓને આજના દિવસે સ્વાદિષ્ટ ભોજન આપી સંસ્થા બંધુ તરીકે હજારી બહેનોના આર્શિવાદ મેળવી આપ આગળને આગળ આવા કાર્યોમાં સંસ્થાને સમાજને, અવિરત લાભદાયી બનો તેવી ભાવના વ્યકત કરી.
રક્ષાબંધન પર્વ વિષે સંસ્થાના માનદ્ મંત્રીશ્રી હીરાબેન તન્નાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં તેનું ઐતિહાસિક-પૌરાણિક ગૌરવ જણાવ્યું હતું. સૌની રક્ષાની કામના કરી હતી. ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારોએ સંસ્થાબંધુ માન. શ્રી અમૃતલાલભાઈ ભારદિયા તેમજ ઉપસ્થિત અન્ય બંધુઓને રક્ષા સૂત્ર બાંધીને અંતરના આશિષ પાઠવ્યા હતા. આ વિશેષ પ્રસંગે માન.શ્રી અમૃતલાલભાઈ ભારદિયાનું સંસ્થાના ટ્રસ્ટીઓ તથા હોદેદારોએ શાલ તથા સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત શ્રીમતી રંજનબેન ભારદિયા તથા શ્રીમતી કુંજનબેન ભારદિયાનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
માન. શ્રી અમૃતલાલભાઈ ભારદિયાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે “આજના પવિત્ર દિવસે તમામ ભાઈઓએ બહેનોની રક્ષા કરવાનો સંકલ્પ લઈ, સમાજમાં ઉપેક્ષિત બહેનોની જરૂરિયાત મુજબ મદદ કરીને આદર્શ સમાજ રચનાનું નિર્માણ કરવાની સમજ આપી હતી.” આ કાર્યક્રમમાં સરકારી વકીલશ્રી જમનભાઈ ભંડેરી, લાખોટા શોશ્યલ ગ્રુપના સભ્યો, વિશ્વકર્મા વાડીના પ્રમુખરી રમણિકભાઈ ગોરેચા, ટ્રસ્ટીશ્રી દિલીપમામા, વોર્ડ નં. ૩ ના સક્રિય કોર્પોરેટરશ્રી સુભાષભાઈ જોષી, તથા સંસ્થાના ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓ, વિભાગીય વડાઓ, તમામ કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમને અંતે સંસ્થાના માનમંત્રીશ્રી સુચેતાબેન ભાડલાવાળાએ સૌનો આભાર વ્ય કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાર્યાલય મંત્રીશ્રી પાર્થભાઈ પંડયાએ કર્યું હતું.
@________________
BGB
gov.accre.Journalist
jamnagar-8758659978









