
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ડીસેબલ તેમજ મહિલા આઈ.ટી.આઈના તાલીમાર્થીઓ સરળતાથી અવર-જવર કરી શકે તે માટે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહના વરદ હસ્તે સીટી બસ નં- ૧૬ ને લીલી ઝંડી તેમજ શ્રીફળ વિધી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ બસ સેવા શરૂ થતા બંને સરકારી સંસ્થાના તાલીમાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન માટે નવી સુવિધા પ્રાપ્ત થશે,તેમ ધારાસભ્યશ્રી શાહે જણાવ્યું હતું.

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાલીમાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ બંને આઈ.ટી.આઈ.ના અધિકારીઓ તથા કર્મચારીઓએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનનાં કમિશ્નરશ્રી આનંદ પટેલ તથા કલેકટરશ્રી પ્રભવ જોષી દ્વારા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવા બદલ સરાહના કરવામાં આવી હતી.
આ તકે કોર્પોરેટરશ્રી ચેતનભાઇ સુરેજા, શ્રીમતી રાજેશ્વરીબેન ડોડીયા, શ્રી નીરુભા વાઘેલા, રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી કે.બી.કણઝારીયા, ડીસેબલ આઈ.ટી.આઈ. રાજકોટના આચાર્યશ્રી વી.એસ.ગોહેલ, મહિલા આઈ.ટી.આઈ.ના આયાર્યશ્રી આર.કે.વ્યાસ, ગોંડલ આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી આર.એસ.ત્રિવેદી તેમજ અગ્રણી શ્રી રજનીભાઇ ગોલ સહિત તમામ સ્ટાફ મિત્રો અને તાલીમાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








