હાલોલ:કેવડીયા કોલોની ખાતે આયોજીત ભુતપુર્વ વિદ્યાર્થી સ્નેહમિલન કાર્યક્રમમા હાલોલના ઈમરાન શેખને સન્માનિત કરાયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૩.૨૦૨૪
નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની(એકતાનગર )ખાતે સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.આ સ્નેહ મિલન કાર્યક્રમમા હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓને તેમના શાળાકિય જીવન બાદ મેળવેલી વિશિષ્ટ સિધ્ધીઓ બદલ સન્માનિત કરવામા આવ્યા હતા.જેમા સાહિત્ય,પત્રકારત્વ,ફિલ્મલાઈન,અભિનય,સરકારી સેવા,સહિત ક્ષેત્રોમા નામના મેળવવારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામા આવ્યા હતા.પંચમહાલ જીલ્લાના હાલોલ નગરમા રહેતા ઈમરાન શેખ સરકારી હાઈસ્કુલ કેવડીયા કોલોની જી-નર્મદા ના ભુતપુર્વ વિદ્યાર્થી રહી ચુક્યા છે. હાલોલ ખાતે રહેતા ઈમરાન શેખ જે અભિનય ક્ષેત્રમાં સક્રિય છે તેમજ શોર્ટ કેન્ટેટ ક્રિએટર છે સાથે તેમના આલ્બમ પણ સોશિયલ મિડીયા માધ્યમ પર બનાવે છે.ઈમરાન શેખને બેસ્ટ એસ્પાયરિંગ એકટર તરીકે નોમિનેટ કરવામા આવ્યા હતા. ઈમરાન શેખને બેસ્ટ એસ્પાયરિંગ એકટર ઓફ ધ યર 2024નો દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ મોટીવેશનલ એવોર્ડ ગોવા ખાતે મળ્યો હતો.તેમની વિશિષ્ટ સિધ્ધિ બદલ તેમને કેવડીયા ઓડીટોરિયમ ખાતે આયોજીત કાર્યક્રમમા શાળા દ્વારા સાલ ઓઢાડીને મોમેન્ટો આપીને સન્માનિત કરવામા આવ્યુ હતુ. ઈમરાન શેખે સમગ્ર હાલોલ શહેર અને પંચમહાલ જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.તેમને અભિનંદન પણ પાઠવામા આવી રહ્યા છે.










