AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં AAPની પદયાત્રા, અદાણીને બચાવવા ભાજપ કામે લાગ્યું : ઈશુદાન ગઢવી

અમદાવાદમાં AAP દ્વારા ગૌતમ અદાણી અને ભાજપ વિરુદ્ધ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPના પ્રદેશ કાર્યાલય નવરંગપુરાથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિ (JPC)ની રચના માંગ કરી હતી.અદાણી સે યારી જનતા સે ગદ્દારી, અદાણીની નોકરી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે આજે વિરોધ પ્રદર્શન અને પદયાત્રા કરવામાં આવી હતી
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અદાણીએ કૌભાંડ કર્યા છે. જેથી અમે JPCની રચના થવી જોઈએ એવી આમ આદમી પાર્ટીની માંગણી છે. અગાઉ બોફોર્સ અને હર્ષદ મહેતા જેવા કેસમાં થઈ છે. સાંસદમાં પણ સંજયસિંહે રજૂઆત કરી છે. નારા લગાવી અને તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના મિત્ર અદાણીને બચાવવા માટે આખું ભાજપ તંત્ર કામે લાગી ગયું છે. દેશની શાખ ખરડાય છે. વિદેશના લોકો અને વિદેશના રાજકીય વર્ગ આ તમામ બાબત જોઈ રહ્યા છે કે મોદી કેમ આની સામે પગલાં નથી ભરતા? અદાણીના નામે કેમ તેઓ ડરી રહ્યાં છે? આ ભાજપની એક બચાવવાની નીતિ છે. અમારા પૈસા છે અને તમે લઈ ગયા છો તે ચૂકવો. સરકારની જવાબદારી હોય છે અને સરકારની તાકાત નથી. તમને ખબર છે કે પોલિટિકલી અમને નુકસાન થવાનું છે, છતાં પણ અમે રોડ ઉપર ઉતર્યા છીએ.

[wptube id="1252022"]
Back to top button