જંબુસર તાલુકામાં અત્યારે કૃષિક્ષેત્રમાં ઉનાળુ પાકનું વાવેતર થયેલ છે. જંબુસર તાલુકાની કૃષિ કાનમ કપાસના પ્રદેશ તરીકે જાણીતી છે. પરંતુ બદલાતા સમયની સાથે નર્મદા નહેરના પાણીના કારણે કૃષિક્ષેત્રમાં બદલાવ આવતો જાય છે. તાલુકામાં ખરીફ પાક વરસાદ પર આધારિત છે જ્યારે રવી અને જાયદ પાકો માટે નહેરના પાણી દ્વારા પાકો લઈ શકાય છે જોકે ઉનાળાની ઋતુમાં હવે આ વિસ્તારના લોકો પશુપાલન માટે ઘાસચારો વધુ તૈયાર કરે છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં સિંચાઇની સગવડ ન હતી ત્યારે પશુપાલન માટે વિકટ પરિસ્થિતિ સર્જાતી હતી . પશુપાલન માટે ઘાસચારો ચરોતર પંથક અને ભાલ પ્રદેશમાંથી લાવતા હતા પરંતુ નર્મદા નહેરના પાણી ના કારણે હવે ઉનાળામાં પણ લીલા ઘાસચારાની છૂટ રહે છે જેથી દુધાળા પશુઓ માટે ફાયદાકારક પુરવાર થાય છે.
પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકામાં અત્યારે કૃષિક્ષેત્રમાં ૮૭૭ હેક્ટરમાં ઉનાળુ (જાયદ )
પાકનું વાવેતર થયેલ છે. —– જેમાં
બાજરી – – – ૨૬૨ હેક્ટર
ઘાસચારો – – – ૪૯૦ હેક્ટર
શાકભાજી – – – ૧૨૫ હેક્ટર
——————————————–
કુલ – – – ૮૭૭ હેક્ટર
૮૭૭ હેક્ટર જમીનમાં ઉનાળા પાક નું વાવેતર થયેલ છે.
આમ જંબુસર તાલુકાના ધરતીપુત્રો નમઁદા
કેનાલોના પાણીને કારણે સિંચાઇની સગવડ વધતા
વષઁમાં એકથી વધુ પાક લેતા થયા છે. જોકે આ વર્ષે ઉનાળુ મગની ખેતી ખેડૂતોએ કરી નથી. ગત વર્ષે ખેડૂતોએ ઉનાળુ મગની ખેતી કરી હતી.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]