
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૯.૨૦૨૩
જાંબુઘોડા પોલીસે બાતમીના આધારે તાલુકાના ઉઢવન ગામેથી ૫૬,૫૯૮/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી બે આરોપીઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા પોલીસ મથકની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક બજાજ કંપની ની મોટર સાયકલ ચાલક પોતાની મોટર સાયકલ પર થેલા લટકાવીને ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરી ઉચાપન ગામ તરફથી આવી ઉઢવન ગામ તરફ પસાર થવાનો છે.જે બાતમીના આધારે જાંબુઘોડા પોલીસ ની ટીમ ઉઢવન ગામે નાકા બંધી કરી વોચમાં હતા દરમ્યાન બાતમી વાળી એક બજાજ કંપની ની મોટર સાયકલ આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા તેને મોટર સાયકલ ઉભી ન રાખતા અને પૂર ઝડપે મોટર સાયકલ ભગાડતા તેનો પીછો કરી ઝડપી પાડતા તપાસ કરતાં મોટર સાયકલ પર પર અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂનો જથ્થો જેમાં ૬૬ નંગ બોટલો જેની અંદાજે કિંમત ૨૬,૫૯૮/- રૂ.તેમજ મોટર સાયકલ ની કિંમત ૨૫,૦૦૦/- અને એક મોબાઈલ કિંમત ૫૦૦૦/- મળી કુલ ૫૬,૫૯૮/- રૂ.નાં મુદ્દામાલ સાથે મોટર સાયકલ નો ચાલક ખાપરિયા નાયકા જાતે રાઠવા રહે.અંબાડબેરી તા.કથીવડા જી.અલીરાજપુર.મધ્યપ્રદેશ નાઓને ઝડપી પાડયો હતો.જ્યારે ઝડપાયેલ ઈસમની પૂછ પરછ કરતા વિદેશી દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો તે દિશામાં પૂછતા કિરણ ઉર્ફે દિનેશ મગનભાઈ રાઠવા રહે. ઝબાન.તા.જાંબુઘોડા નાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે બંનેવ આરોપીઓ સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











