જય નારાયણ હોસ્પિટલ દ્વારા મતદાનના દિવસે જે દર્દીઓ મતદાન કરાવ્યા અંગેનુ નિશાન બતાવશે તેને નિ:શુલ્ક નિદાન ની જાહેરાત.

તારીખ ૦૫/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરીને પોતાનો કિંમતી મત આપે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો સાથે જીલ્લામા લોકસભાની ચુટણીનુ મતદાન વધુ થાય તે માટે વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવી રહી છે.ત્યારે હવે કાલોલ તાલુકાના મધવાસ ગામ ખાતે આવેલી જય નારાયણ હોસ્પિટલ દ્વારા જ્યાં કિડની મા થતી પથરી ની સારવાર માટે પંચમહાલ જિલ્લા સહિત કાલોલ તાલુકાના આજુબાજુ વિસ્તારોમાંથી મોટીસંખ્યામાં દર્દીઓ આવતા હોય છે જેને લઇ મતદાનના દિવસે હોસ્પિટલ ખાતે દર્દીઓ મતદાન કરાવ્યા અંગેનુ નિશાન બતાવશે તેને કીડની મા થતી પથરી ના દર્દીઓ માટે નિ:શુલ્ક નિદાન અને સારવારમાં ૧૦ ટકા રાહત આ અંગે જય નારાયણ હોસ્પિટલ ના માલિક ડૉ. સુનીલભાઇ પરમાર દ્વારા લોકસભાની ચૂંટણીના દિવસે વધુ મતદાન થાય તે માટે જાહેરાત કરવામા આવી છે.











