
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં માતા શારદાબેન પિતા જોષી જેન્તીભાઈ મગનભાઈ (થરેચા) ને ત્યાં દીકરી ભૂમિએ જન્મ લઈ ખેલતી કૂદતી પા પા પગલી પાડતી ભૂમિ મોટી થઈ અભ્યાસ ચાલુ કર્યો પિતા ડાબેલી ની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પણ દિકરીએ દ્રઢ મનોબળ સાથે નક્કીજ કર્યું હશે કે મારે ઉચ્ચ ડીગ્રી મેળવી ડોકટર બની મારા માતા-પિતાનું રોશન કરવું છે. “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”!!!આવા દ્રઢ મનોબળથી અભ્યાસ ચાલુ કરી ગરીબ પરિવારની લાડકી દીકરી ભૂમિ જોષી આજે એમ.બી.બી. એસ.બની બ્રહ્મસમાજ,થરેચા (જોષી) પરિવાર અને થરા ગામનું ગૌરવ વધાર્યું છે.કોઈપણ જાતના ટ્યુશન કે ક્લાસીસ વિના માત્ર પોતાની મહેનતથી આજે એમ.બી.બી. એસ.બનીને સામાન્ય પરિવારના યુવક યુવતીઓને એક પ્રેરણા પૂરી પાડી છે.માત્ર દાબેલી ની લારી ઉપર દીકરીને ડોક્ટર બનાવનાર માતા-પિતાને શુભેચ્છાઓ અપાઈ રહી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



