GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બોરુ ટર્નિંગ વિસ્તારમાં એક જ લાઈનમાં આવેલ ત્રણ દુકાળના શટર ઊંચા કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

તારીખ ૨૮/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના બોરુ ટર્નિંગ વિસ્તારમાં કોલ્ડ્રિંક્સ અને પરચુરણ સામાન ની ત્રણ દુકાનોમાં મંગળવારે વહેલી સવારે એટલે કે સોમવારને રાત્રે અઢી થી ત્રણ કલાકના ગાળામાં ચોર ઈસમો એ ત્રણેઉ દુકાનના શટર ઊંચા કરી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના કારણે દુકાન માલિક ઉપર નોટિફિકેશન જતા દુકાન માલિકે પોતાની સાથે માણસો લઈને દુકાન પર પહોંચતા તસ્કરો ભાગી છૂટ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ દુકાનમાંથી રોકડ રકમનું પરચુરણ ચોરી ગયા હતા વધુ હકીકતો કે તસ્કરોના ચહેરા સીસીટીવી કેમેરામાં જોઈને બહાર આવે તેવી શક્યતા છે.

[wptube id="1252022"]
Back to top button