GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બોરુ ગામ સ્થિત રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

તારીખ ૧૭/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર દેશમાં ૭૭ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દેશમાં અમૃત મહોત્સવ નિમિત્તે “મેરી માટી મેરા દેશ” અને “હર ઘર તિરંગના” અભિયાનના ભાગરૂપે દેશમાં આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુવો ત્યાં દેશભક્તિ જોવા મળી રહી છે. શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે ૧૫ મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી, અર્ધ સરકારી, શાળાઓ,નગર સેવાસદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને આન બાન સાથે ફરકાવવામાં આવ્યો છે. ત્યારે કાલોલ તાલુકાની બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલના પટાંગણમાં ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ ની સલામી આપી ધ્વજવંદન લહેરાવવામાં આવ્યો હતો.અને ૭૭ સ્વાતંત્ર દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button