વેજલપુરમાં અંદરગ્રાઉન્ડ ગટરના કામે બ્રેકર મશીન ચલાવવા માટે MGVCLની મંજૂરી વગર લંગર મારીને કામ કરતા હોવાનો વીડિયો વાઇરલ

તારીખ ૨૭/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત પાસે ચાલતા અંદર ગ્રાઉન્ડ ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યારે તે અંડર ગ્રાઉન્ડ ગટરના ભૂંગળા નાખવા માટે સી.સી રસ્તાને તોડીને કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ રસ્તાને તોડવા માટે બ્રેકર મશીનનો ઉપયોગ કરવા માટે ડાયરેક્ટ MGVCLની મંજૂરી વગર લંગર મારી ને કામ કરતા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરતા આ બ્રેકર મશીનના વાયર ડાયરેક્ટર MGVCLના થાંભલા ઉપર મારીને ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ સમગ્ર બાબતનો વિડિઓ જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો ત્યાર બાદ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહેલ વેજલપુરના MGVCLના તંત્રને જાગૃત નાગરિકોએ જાણ કરી હતી ત્યાર બાદ MGVCL વહીવટી તંત્ર દોડી આવીને આ ગેરકાયદેસર મારેલાં બ્રેકર મશીન ના વાયર ઉતારવામાં આવ્યા હતા ત્યાર બાદ આ કામ કરવા માટે ત્યાં નજીકમાં આવેલ દુકાનમાં આ બ્રેકર વાયર નાખવામાં આવ્યો હતો ત્યારે આ ગેરકાયદેસર બ્રેકર મશીન ચલાવનાર ઈસમો ઉપર MGVCLના વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં ના આવી ? તે પણ એક પ્રશ્ન છે ત્યારે આજ MGVCLનું વહીવટી તંત્ર કોઈ ગરીબ વ્યક્તિ નું લાઈટ બિલ બાકી હોય તો તેનું વીજ કનેક્શન કાપી નાખે છે. કોઇ વ્યક્તિ પોતાનાં ઘરે થી બીજાં ઘરે કનેક્શન આપે તો મોટો દંડ ફટકારી વસુલાત કરે છે.ત્યારે આ ગટરનું કામ કરવા માટે બ્રેકર મશીન ચલાવવા માટે MGVCL ની કોઈ પણ કાયદેસરની મંજૂરી મેળવ્યા વગર જ વીજ થાંભલા ઉપર ડાયરેક્ટર લંગર લગાવી કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ કામ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું કે પછી આ કામ કોઈ અન્ય એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું જો આ ગટરનું કામ કોઈ એજન્સી કે પંચાયત દ્વારા કરવામાં આવતું હોય તો પછી આ રસ્તાને તોડવા માટે બ્રેકર મશીન ચલાવવા માટે લાઈટની વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી આમ MGVCLના થાંભલા ઉપર ડાયરેક્ટર લંગર માળીને ગેરકાયદેસર કામ કેમ કરવામાં આવતું હતું? ત્યારે હવે MGVCL વહીવટી તંત્ર દ્વારા તપાસ કરીને ગેરકાયદેસર બ્રેકર મશીન ચલાવનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માર્ગ ઉઠી છે હવે જોવું રહ્યું કે વેજલપુર MGVCLનું વહીવટી તંત્ર ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે તો હવે આવનાર સમયજ બતાવશે.