
તા.૧૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરિયાના હસ્તે કોટડાસાંગાણી તાલુકાના શાપરમાં રૂ. ૨૧ લાખના ખર્ચે નિર્મિત ત્રણ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રીમતિ ભાનુબહેન ૭મી માર્ચના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. આ સમયે વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત વચ્ચે, તેમણે શાપર ખાતે કોટડા સાંગાણી તાલુકા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના ઉપક્રમે નિર્માણ કરાયેલી શાપર આંગણવાડી કેન્દ્ર-૫ તેમજ કેન્દ્ર-૬ અને કેન્દ્ર-૭નું લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે, આ આંગણવાડીનું નવું મકાન મનરેગા યોજના અંતર્ગત નાણાકીય સહયોગથી બનાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબહેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા પંચાયતના અન્ય પદાધિકારીશ્રીઓ, શાપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા અન્ય સભ્યો, રાજકોટ જિલ્લા પંચાયતના બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી સોનલબહેન વાળા, પ્રોગ્રામ ઓફીસરશ્રી, તેમજ તાલુકાના અન્ય પદાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.








