GUJARATJETPURRAJKOT

Rajkot: નાયબ મુખ્યદંડકશ્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવીન ભોજન કેન્દ્રોના શુભારંભ

તા.૮/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી તા.૧૦ નવેમ્બર શુક્રવારના રોજ નાયબ મુખ્યદંડક શ્રી કૌશિક વેકરીયા સવારે ૯:૦૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે બાંધકામ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગતના રાજકોટ ખાતેના નવીન ભોજન કેન્દ્રના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં વધુ ૧૫૫ ભોજનકેન્દ્રોનું લોકાર્પણ આગામી તા.૧૦ નવેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કરવામાં આવશે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ. પાંચમાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯, ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩, મહેસાણા, રાજકોટમાં ૫-૫, ખેડા, આણંદ, વલસાડ, સાબરકાંઠામાં ૪-૪, પાટણ, બનાસકાંઠામાં ૭-૭, નવસારી, મોરબીમાં ૬-૬ કડીયા નાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થનાર છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ કેન્દ્રો દ્વારા ૧૭ જિલ્લામાં ૧૫૫ કડિયાનાકા મારફત દરરોજ અંદાજે ૭૫ હજાર કરતાં વધુ શ્રમિકોને યોજનાનો લાભ મળશે.

[wptube id="1252022"]
Back to top button