
તા.૨૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનને મળ્યું પ્લેટફોર્મ – ખેડૂતો કરશે સીધો વેપારૂ, . ૭૩ હજારથી વધુનું થયેલું સીધું વેચાણ
પ્રાકૃતિક કૃષિ અભિયાનના ભાગ રૂપે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનોનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ જાહેર જનતાને આરોગ્યપ્રદ, રસાયણમુકત ખાદ્ય ચીજવસ્તુઓ જેવીકે શાકભાજી, કઠોળ, અનાજ, ફ્રૂટ, વિગેરે મળી રહે તે હેતુથી રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લામાં કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તમામ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા માં તા. ૨૬ તેમજ ૨૭ ઓગસ્ટના રોજ કુલ ૧૧ વેચાણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. જેમાં કુલ ૭૨ જેટલા ખેડૂતોએ ભાગ લઈ શાકભાજી, ફ્રુટ, કઠોળ, મરી મસાલા સહીતના માલનું કુલ રૂ. ૭૩,૭૩૦.૦૦ નું વેચાણ કરવામાં આવ્યું હોવાનું આત્મા પ્રોજેક્ટ ડાયરેકર શ્રી વાદીએ જણાવ્યું છે.
કલેકટરશ્રી પ્રભવ જોશીની ઉપસ્થિતમાં રાજકોટ તાલુકા કક્ષાનું વેચાણ કેન્દ્ર હોમગાર્ડ ક્વાર્ટરના દરવાજા પાસે, રેસકોર્સ ખાતે યોજવામાં આવ્યુ હતું. અહીં ખેડૂતો શાકભાજી, કઠોળ, મરી મસાલા, મશરૂમ પ્રોડકટ, શિંગતેલ સહિતનો માલ વેચાણાર્થે લાવ્યા હતાં. જેનું કુલ રૂ. ૯૭૫૦ રૂ. નું વેચાણ થયેલું.

આ સાથે ગોંડલ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી, ડ્રેગન ફ્રૂટ, જામફળ, સીતાફળ, કઠોળ, ગૌ ધૂપબતીનુ કુલ ૧૬૪૫૦ રૂ નું વેચાણ થયેલું. નવા બસ સ્ટેન્ડ પાસે, જસદણ કેન્દ્ર પર રૂ. ૫૩૧૫, તાલુકા પંચાયત કચેરીની સામે, પડધરી કેન્દ્ર ખાતે રૂ. ૪૭૬૦, જામ કંડોરણા હેલ્થ સેન્ટર પાસેના કેન્દ્ર ખાતે ચણા, મગ, તુવેર દાળ, મગફળી લીલી, હળદર નું રૂ. ૫૧૨૫, દત મંદીર, સરદારના ડેપો પાસે, કોટડા સાંગાણી કેન્દ્ર પર શાકભાજી, કઠોળ, મરી મસાલા, સરબત, ગુલકંદ, ડ્રેગન ફ્રૂટનું રૂ. ૫૨૪૦ નું વેચાણ, લોધીકા તાલુકાના ડેકોરા હાઉસ, મેટોડા કેન્દ્ર ખાતે રૂ. ૬૦૦૦, પોલીસ પરેડ ગ્રાઉંડ પાસે, જેતપુર કેન્દ્ર પર રૂ. ૩૪૯૦, તાલુકા સેવા સદન ધોરાજી કેન્દ્ર પર રૂ. ૫૪૦૦ , બાવળા ચોક, ઉપલેટા ખાતે રૂ. ૩૮૦૦ નું, આંબલી ચોક, વિછિયા કેન્દ્ર ખાતે રૂ. ૮૪૦૦ નું વેચાણ થયું છે.
વિવિધ તાલુકાઓમાં ખેડૂતોની સાનુકુળતા અને બજારની પરિસ્થિતિ અનુસાર કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર સપ્તાહમાં એક દિવસ નિશ્ચિત કરવામાં આવશે તેમ આત્મા પ્રોજેક્ટ, રાજકોટના ડાયરેક્ટર દ્વારા જણાવાયું છે.








