
12 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ઉ.બુ.વિદ્યાલય ઝાંઝરવા ખાતે તારીખ ૧૧ ફેબ્રુઆરીના રોજ થરા મુકામે જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ઉત્તર બુનિયાદી અશ્રમશાળા,ઝાંઝરવા તા.અમીરગઢના બે વિદ્યાર્થીઓ જેમાં ખેર કેતનભાઈ મોહનભાઈ ૧૦૦ મીટર દોડ (અંડર ૧૭) અને ખરાડી જીગ્નેશભાઈ રામાભાઈ ઉંચી કુદ (અંડર ૧૪)એ ભાગ લેધેલ હતો.જેમાં ખરાડી જીગ્નેશભાઈ રામાભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.આ બન્ને વિદ્યાર્થીઓને બનાસ જનકલ્યાણ ટ્રસ્ટના મંત્રીશ્રી રમણદાદા તેમજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના આચાર્ય શ્રીમતિ ધારાબેન બારોટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે માર્ગદર્શકશ્રી અજયભાઈ સાહેબને પણ આ બાળકોને જીલ્લા કક્ષા સુધી પહોચાડવા માટે અભિનંદન તેમજ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



