
૨૯ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ એટલે દુર્ગાવાહિની અને માતૃશક્તિ. 15 થી 35 વર્ષની દીકરીઓ માટે દુર્ગાવાહિની કામ કરે છે, જ્યારે 35 વર્ષથી ઉપરની બહેનો માટે માતૃશક્તિ નામનું સંગઠન કામ કરે છે. આ સંગઠનમાં યુવતીઓને લાઠીદાવ ,કરાટે જેવી સ્વરક્ષણ ની તાલીમ અને યોગ પ્રાણાયામ વ્યાયામ જેવા શારીરિક કાર્યક્રમો શીખવાડવામાં આવે છે.જ્યારે બૌદ્ધિક કાર્યક્રમો માં આપણી સંસ્કૃતિ ,આપણા પરિવાર ,આપણા તહેવારો લવજેહાદથી કેમ બચવું? વગેરે વિષયો નું જ્ઞાન આપવામાં આવે છે. ત્યારે હિન્દુ ધર્મ ભાઈ બહેન ના પ્રેમનું પ્રતીક સમાન રક્ષા બંધન ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી જામકંડોરણા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ની માતૃશક્તિ તેમજ દુર્ગા વાહિની ની ના બહેનો દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ વિ .એમ ડોડીયાને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું તેમજ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર તેમજ અન્ય કર્મચારી ભાઈઓને તેમજ લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા , તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ. , જામકંડોરણા ખોડલધામ સમિતિના પ્રમુખ વ્રજલાલ બાલધા , બજરંગ દળ ના પ્રમુખ નાજાભાઇ ભરવાડ , જામકંડોરણા ના પત્રકાર પ્રવિણભાઇ દોંગા સહિત વિવિધ સંસ્થાઓ સરકારી કચેરીઓના કર્મચારીઓ કુમકુમ તિલક કરી રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરાઈ હતી.




