GUJARATHALOLPANCHMAHAL
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિષદમાં શાસ્ત્રોક વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી,મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી હોળીના દર્શન કરી ધન્ય બન્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૩.૨૦૨૪
પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાના મંદિર પરિષદમાં આજે રવિવારે સાંજે 6:38 કલાકે શાસ્ત્રોત વિધિવત રીતે હોળીને પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળીને પણ પ્રગટાવવામાં આવી હતી ભક્તો દ્વારા વાતાવરણની શ્રુધી અર્થે હોળીમાં નાળિયેર,ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી જ્યારે નાના બાળકોને શીતળા હોળી પધારેલા હોય તે માટે માન્યતા રાખેલા લોકોએ ગાયના છાણમાંથી બનાવેલ મેડમ એરિયાનો હાઇડા બનાવી હોળીમાં પધરાવ્યા હતા અને લોકોએ હોળીની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ભકતો હાજર રહ્યા હતા.


[wptube id="1252022"]









