શહેરા તાલુકાના ધામણોદ વિદેશી દારૂના કવાટરીયા નંગ કુલ -૭૨૦ કિ.રૂ. ૩૨,૪૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ ગોધરા.
શહેરા
નિલેશકુમાર દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ, નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર , એન.એલ. દેસાઇ એલ.સી.બી.ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે ઘનશ્યામભાઇ પુંજાભાઇ એ.એસ.આઇ. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા નરેશભાઇ જીવાભાઇ વણકર નાઓ તેના ઘરની પાછળ આવેલ તળાવના ખુલ્લા ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા નરેશભાઇ જીવાભાઇ વણકર નાઓ તેના ઘરની પાછળ આવેલ તળાવના ખુલ્લા ભાગમાં રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.કબજે કરેલ મુદ્દામાલ
(૧) સુપર મેક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૭૨૦ કિ.રૂ.૩૨,૪૦૦/-
આરોપીઓનુ નામ |
(૧) નરેશભાઇ જીવાભાઇ વણકર રહે. ધામણોદ તા.શહેરા જી.પંચમહાલ
ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ
સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારી –
(૧) ઘનશ્યામભાઇ પુંજાભાઇ એ.એસ.આઇ. એલ.સી.બી. ગોધરા.
(૨) રમેશભાઇ નરવતસિંહ એ.એસ.આઇ. એલ.સી.બી. ગોધરા.
(૩) કૃષ્ણકાન્ત તેરસિંહ અ.હે.કો અ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
(૪) વિજયસિંહ છત્રસિંહ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
(૫) અલ્પેશભાઇ નારણભાઇ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.









